મોરબી : મોરબીમાં ગુણવંતગિરી તુલસીગિરી ગોસ્વામી પરિવાર દ્વારા આગમી તા.૫ થી ૧૧ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી અશોકભાઈ જોશી વ્યસપીઠેથી કથાનું રસપાન કરાવશે. માધવ માર્કેટ પાછળ, કન્યા છાત્રાલય રોડ, ઓમ ટાવર પાસે, શનાળા રોડ, મોરબી ખાતે ગુણવંતગિરી તુલસીગિરી ગોસ્વામી પરિવાર દ્વારા આગમી તા.૫ થી ૧૧ સુધી રાત્રે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં શાસ્ત્રી અશોકભાઈ જોશી વ્યાસપીઠે બિરાજીને કથાનું આગવી શૈલીમાં રસપાન કરાવશે. કથામાં કૃષ્ણજન્મ , રૂક્ષમણી વિવાહ સાહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. કથાને સફળ બનાવવા અમીતગીરી ગુણવંતભાઈ ગોસ્વામી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથાનો લાભ લેવા ધર્મપ્રિય જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.