સ્નેહમિલન અને મેડિકલ ચેક અપ જેવા કાર્યક્રમો ઘડી કાઢવાનું આયોજન કરાયું મોરબી : વડવાળા મંદિર સેરથા ખાતે ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ)ની રાજ્ય કક્ષાની કારોબારી મીટીંગ મળી હતી તેમા રાજ્યના ગોરસના તમામ પ્રમુખો હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આ મીટીંગમા મોરબી જિલ્લાના પ્રમુખ મનસુખભાઈ રબારી, રાજકોટ શહેર ના પ્રમુખ અમીતભાઇ રબારી, મોરબી જિલ્લા ગોરસ મહામંત્રી કાથળભાઇ રબારી, મોરબી જિલ્લા ગોરસ કોરોબારી સભ્યો કમલેશભાઈ રબારી તેમજ નવધણભાઇ રબારી હાજર રહ્યા હતા. આ સાથે અધ્યક્ષ સ્થાને ગુજરાત ગોરસ અધ્યક્ષ જીતુભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજમાં સામાજિક, શૈક્ષણીક અને આર્થિક સુધારા થાય તેવા હેતુથી સ્નેહ મિલન તેમજ મેડિકલ ચેક અપના કાર્યક્રમોનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ટુક સમયમા ગોરસ સમિતિ દ્રારા આ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36134,36133,36132']