મોરબી : દિલ્હી ખાતે યોજાયેલી પાવર લિફ્ટિંગની નેશનલ ટુર્નામેન્ટમાં મોરબીના કાચરોલા પરિવારની મીતા રવજીભાઈ કાચરોલાએ પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી સિલ્વર મેડલ મેળવી મોરબીનુ નામ રોશન કર્યું છે.તારીખ 19 માર્ચ થી 22 માર્ચ સુધી દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ પાવર લિફ્ટિંગ નેશનલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં મોરબીના મીતા રવજીભાઈ કાચરોલાએ 180 KG વચન ઉંચકીને સિલ્વર મેડલ મેળવી મોરબી જિલ્લાનું અને કાચરોલા પરિવારનું ગોરવ વધાર્યું છે. આ ઉપરાંત 3 માર્ચ થી 10 માર્ચ સુધી ચંદીગઢ ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ બેડમિન્ટન નેશનલ ટુર્નામેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ક્વાર્ટર લેવલ સુધી પહોંચી હતી.