મોરબી : મોરબીના ધ્રુવનગર ગામના મૂળ વતની અને હાલ મોરબીની રામનગર સોસાયટીમાં રહેતા ડો. રોશની જયસુખભાઈ નયનાબેન રાજપરાએ 4 વર્ષમાં આત્મિયા યુનિવર્સિટીમાંથી માઈક્રોબાયોલોજીમાં પીએચ.ડીની પદવી મેળવી છે. તેમણે કેન્સર એન્ઝાઈમ થેરાપી પર આ સંશોધન કર્યું છે. જે એક નવો અને આશાસ્પદ અભિગમ છે જે ભવિષ્યમાં કેન્સર સારવારમાં મદદરૂપ થઈ શકશે. આ સિદ્ધિ બદલ માતા-પિતા, પરિવાર માર્ગદર્શક ડો. અનમોલ કુમાર, સહાયક પ્રોફેસર, આત્મિયા યુનિવર્સિટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.