હળવદના ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધોહળવદ : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા મૂળ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના પરિવારના દીકરા - દીકરીની સગાઈ કોયબા ગામે કરી હોય જેમાં સગાઇ કેન્સલ કરવાનું નક્કી થતા મોરબી રહેતી દીકરીને સામેવાળાનો દીકરો ગમતો હોય સગાઈ કેન્સલ થવાની બીકે પોતાના પિતાની વાડીએ ચિત્રોડી જઈ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના વતની અને હાલમાં મોરબી રહેતા કિંજલબેન ધીરુભાઈ રાઠોડ ઉ.21 તેમજ તેમના ભાઈ કરણની સગાઈ હળવદમાં કોયબા ગામે રહેતા દિલુભાઈ ચૌહાણના દીકરા - દીકરી સાથે સામસામી નક્કી કરવામાં આવી હતી. જેમાં સામસામી સગાઈ કેન્સલ કરવાનું નક્કી થતા કિંજલબેનની સગાઈ જેની સાથે થઈ હતી તે દીકરો ગમતો હોવાથી સગાઈ કેન્સલ થવાના ડરથી પિતાની ચિત્રોડી ગામે આવેલ વાડીએ જઈ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.