જુના સાદુળકા પ્રાથમિક શાળાને પાડલિયા પરિવારે વોટર કુલર અર્પણ કરાયું મોરબી : આજરોજ દાતા સ્વ. સુંદરજીભાઈ ભુરાભાઈ પાડલીયાની સ્મૃતિમાં સદગતના પુત્ર નરેન્દ્રભાઈ તથા પુત્રવધૂ અલ્કાબેન તરફથી જુના સાદુળકા પ્રાથમિક શાળામા વોટર કુલર સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું. ભેટ આપનાર દાતાની એક જ ઈચ્છા હતી કે ઈશ્વરે મને જે કંઈ ધન આપ્યું છે, તેમાંથી હું 'ફુલ નહીં તો ફૂલની પાંખડી' સારા કાર્યમાં, સારા અર્થે વાપરુ. આથી, તેવી ભાવનાથી જુના સાદુળકા પ્રાથમિક શાળામાં વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શ્રેષ્ઠ શિક્ષક પ્રેમજીભાઈ વડાવિયા તથા શાળાના આચાર્ય ગજાનનભાઈ, શિક્ષક સ્ટાફ કિરીટભાઈ, ભાવેશભાઈ, ભૂમિકાબેન, શૈલેષભાઈ તરફથી તેમનું શાળા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં વોટર કુલરનું દાન આપનારને ધંધામાં સારી પ્રગતિ થાય, આરોગ્ય સારું રહે, જીવનમાં સતત પ્રગતિના સોપાનો સર કરે તેવી શાળા પરિવાર વતી શુભકામના પાઠવવામાં આવી હતી.