મોરબી : મોરબીના ધૂટુ રોડ પર એક બાઇકમાં ઓચિંતી આગ લાગી હતી અને જોતજોતામાં બાઇક ભડભડ સળગી ગયું હતું.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુટુ રોડ પર ગતરાત્રે 10-30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહેલા જી.જે.36 કે 5711 નંબરના બાઇકમાં આગ લાગી હતી.ચાલુ બાઈકે આગ લાગતા રોડ પર અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન નથી. બાઇક આખું આગમાં સળગી ભસ્મીભૂત થઈ ગયું.હતું.જોકે ગઈકાલે સવારે આજ રોડ પર આવેલ એક સીરામીક ફેકટરીમાં આગ લાગી હતી અને રાત્રીના સમયે એક બાઇકમાં આગ લાગતા બાઇક સળગી ગયું છે સદનસીબે કોઈને જાનહાની થઈ નથી. [gallery ids='56732,56733,56734']