જીકીયાળી પાસે આવેલ ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈમોરબી : મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ સિંચાઈ યોજનામાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં રૂલ લેવલ મુજબનું 90 ટકા પાણી ભરાઈ ગયું છે અને હજુ પણ પાણીની આવક ચાલુ હોવાથી કોઈ પણ સમયે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. સિંચાઈ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.નીચાણવાસમાં આવતા આ ગામોને કરાયા એલર્ટમોરબી તાલુકાના 7 ગામો જેમાં જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, સાપર, જેતપર (મચ્છુ) અને રાપર. જ્યારે માળિયા (મિયાણા) તાલુકાના 3 ગામો સુલતાનપુર, માણાબા અને ચિખલીને એલર્ટ કરાયા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GhodadhroiDam #DamAlert #Monsoon #Maliya #HeavyRain