આંદરણામાં યુગલ લગ્ન સગાઈ વિધિમાં જ સંપન્ન મોરબી: મોરબીના પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી લગ્નના ખોટ ખર્ચા ટાળવા સગાઈ વિધિમાં જ લગ્ન કરવાની સામાંજીક ક્રાંતિકારી પહેલ થઈ રહી છે .જેમાં ઘણા યુગલોને ઘડિયા લગ્ન થયા છે ત્યારે આંદરણામાં વધુ એક યુગલના લગ્ન યોજાયા હતા. મોરબીના આંદરણા ગામે રહેતા જયસુખભાઈ ભૂરાભાઈ સંઘાણીના પુત્ર મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મહેશભાઈ નરશીભાઈ પડસુબિયાની પુત્રી ક્રિષ્નાના ની સાથે સગાઈકરવામાં આવી હતી. આ સગાઈ વિધિનો પ્રસંગ ચાલતો હતો તે વખતે વડીલોએ લગ્નના ખોટા ખર્ચ ટાળવા અને સમયની બચત માટે આ સગાઈ વિધિમાં જ લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.જેને બન્ને પક્ષના લોકોએ વધાવી લેતા સગાઈ વિધિમાં જ આ યુગલના પહેરે કપડે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38648,38647']