મોરબી : સમસ્ત ગડારા પરિવારનું સ્નેહ મિલન ધ્રોલના વગુદડ મુકામે ગડારા પરિવારના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. ઉપપ્રમુખ જયંતિભાઈ ગડારા, નારણભાઇ ગડારા, મંત્રી કરશનભાઇ ગડારા તેમજ અન્ય ટ્રસ્ટીઓ તથા દાતાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગડારા પરિવારના 75થી પણ વધારે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શીલ્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. તેમજ વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી યુવાન યુવતીઓના પણ સન્માન કરી શીલ્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ અને દાતાઓનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. સાથે સાથે આ કાર્યક્રમમાં 90 વર્ષથી વધારે આયુષ્ય ધરાવતા વૃદ્ધ વડીલો તથા માતાઓનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમમાં રાજભા જાડેજા- સેનેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અક્ષરકીતિઁ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા.