મોરબી : ગેટકોની (૬૬ કેવી મોરબી-મોરબી B તથા ૬૬ કેવી મોરબી-વજેપર-અમરેલી, ૬૬કેવી મોરબી - મોરબી A1 &A2 તથા જોધપર ટેપ લાઈન, લાલપર-લીલાપર, લાલપર- રફાળેશ્વર – મકનસર, લીલાપર – રવાપર, મોરબી - મહેંદ્રનગર, મોરબી - રંગપર & મોરબી–ખીરઈ-ટીંબડી વીજલાઈનો (નવલખી બાયપાસ રોડ, વાવડી રોડ ક્રોસ, પંચાસર રોડ ક્રોસ, રેલ્વે સ્ટેશન થી પીપળીયા રોડ, અમરેલીગામ, વીશીપરા, વેજીટેબલ-ધરમપુર-ટીંબડીરોડ, રીલીફનગર & મહારાણા પ્રતાપ સોસાયટી, લખધીરપુર રોડ ક્રોસ, જાંબુડીયા ગામ ક્રોસ, નેશનલ હાઈવે, બંધુનગર ગામ, મકનસર ગામ, ભડીયાદ રોડ ક્રોસ, લીલાપર કેનાલ રોડ ક્રોસ, મોરબી-જેતપર રોડ ક્રોસ, પીપળીગામ, પીપળી થી હાઈવે તરફ રોડ, મહેંદ્રનગર ગામ, મોરબી સિટી વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યારે ગણેશ ચતુર્થી તથા ગણેશ વિસર્જન દરમિયાન જરૂરી તકેદારી રાખવા GETCO દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.GETCOના જણાવ્યા પ્રમાણે ગણેશ મૂર્તિના આવકાર દરમિયાન, ગેટકો લાઈનની નીચેથી વધુ ઉંચાઈવાળી મૂર્તિ લઈ જવી નહી. ગેટકોની લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈ પણ વસ્તુથી લાઈનને ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહી. ગણેશ મૂર્તિના આગમન પહેલા, પ્રજા/મંડળો/આયજકોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો ગેટકોની સંબધીત કચેરીનો સંપર્ક કરી, રસ્તામાં આવતી વીજ લાઈનની ઉંચાઈની ખરાઈ કરી અને એને અનુરૂપ ગણેશજીની મૂર્તિને સલામત અંતરેથી લઈ જવી. ગેટકોની વીજ લાઈનના ઈંડકશન ઝોનમાં આવવાથી પ્રાણઘાતક/ બીન- પ્રાણઘાતક અકસ્માતની સંભાવના રહેલ છે આથી, ગણેશજીની મૂર્તિ, લાઈનથી સલામત અંતર રાખી જે તે લાઈન નીચેથી પસાર કરવી અનિવાર્ય હોવાનું જેટકોના કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવાયું છે.