માળીયાના રાસંગપર ગામે 'આદ્રોજા પરિવાર-એક નવા યુગની શરૂઆત' કાર્યક્રમ યોજાયો મોરબી : માળીયાના રાસંગપર ગામે ગઈકાલે તારીખ 7ને રવિવારે 'આદ્રોજા પરિવાર-એક નવા યુગની શરૂઆત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, મહેમાનોની આવકાર વિધિ(વક્તા-મહાદેવ સાહેબ), બાળકોની સ્પીચ, ઇનામ વિતરણ, આયોજકોનું સન્માન તથા સ્પીચ, સ્નેહ મિલનનું મહત્વ, બુક વિતરણ તથા ફોટો સેશન, આભાર વિધિ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ સમારંભને અંતે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહાપ્રસાદના દાતા સ્વ. અરજનભાઇ ખીમજીભાઈ પરિવાર, પોપકોર્નના દાતા ગણેશભાઈ અમરશીભાઈ(ખોડિયાર લાઈટ ડેકોરેશન), પાણીના દાતા દેવજીભાઈ ટપુભાઈ, શીલ્ડના દાતા મનસુખભાઇ કરશનભાઈ, કાર્ડ-બૅનરના દાતા રમેશભાઈ પ્રેમજીભાઈ, ચા-કોફીના દાતા ધનજીભાઈ ચકુભાઇ તથા માધુભાઈ દેવજીભાઈ, લીંબુ શરબતના દાતા મહાદેવભાઈ હરજીભાઇ તથા બેન્ચના દાતા નરવીનભાઈ દેવજીભાઈ અને કિરીટભાઈ દેવજીભાઈ હતા. કાર્યક્રમના મુખ્ય આયોજકો સુરેશભાઈ અમરશીભાઇ, મહેન્દ્રભાઈ દેવજીભાઈ અને પંકજભાઈ દિલીપભાઈ હતા. આ કાર્યક્રમ આદ્રોજા પરિવાર સ્નેહ-મિલન સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news