મોરબી : રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર અનુસાર મહેસુલ વિભાગ હસ્તકના જનસેવા કેન્દ્રોમાં વિવિધ સેવાઓ મેળવવા માટે અ૨જદારો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. રાજ્યના જનસેવા કેન્દ્રોમાં દ૨રોજ સરેરાશ 2500 જેટલી અ૨જીઓ સેવા મેળવવા માટે નોંધાતી હોય છે. Covid-19 ના ચેપી રોગના સંક્રમણ જોતા આ રીતે એક જ સંકુલમાં એકત્રિત થવાનું નિવારવું અનિવાર્ય છે. આ સંજોગોમાં મહેસુલ વિભાગના જનકેન્દ્રો સંપૂર્ણપણે તા. 31 માર્ચ સુધી બંધ રહેશે.