મોરબી : શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી નિમિત્તે ગઈકાલે રેઈન્બો પ્રી સ્કૂલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગીતા આપણો પવિત્ર ગ્રંથ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે બાળકો જાણે અને બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય એ હેતુથી રેઈન્બો પ્રી સ્કૂલમાં પ્લે-ગૃપ, નર્સરી તથા કે.જી.ના વિદ્યાર્થીઓને ગીતા પૂજન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું સંગીતમય શ્રવણ પણ કરાવવામાં આવ્યું હતું.