મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજ રોજ તારીખ 29 માર્ચના રોજ એલઈ કોલેજ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. મહેશ પંડ્યા, NSS કો-ઓર્ડિનેટર ડો. રજનીકાંત રાઠોડ અને તેમના ટીમના બેન ડો. જે. બી. ભેડા અને કોલેજના અધ્યાપકો તેમજ વિધાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર મોરબી તરફથી શૈલેષભાઈ ભટ્ટ, અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા, વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ વ્યસન નહીં કરે અને કોઈ કરતું હશે તો તેને પણ વ્યસન મુક્ત કરવાની ખાતરી આપી હતી.