મોરબી : ગૌસેવા પરિવાર દ્વારા તા. 17-5-2025 ને શનિવારના રોજ મહાકાળી ફાર્મ, સોમનાથ પેપર મિલની બાજુમાં, નવાગામ (લખધીરનગર), મોરબી ખાતે ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં બપોરે 3 થી 4:30 કલાક દરમ્યાન વૈદિક યજ્ઞ અને સાંજે 5 થી 7 કલાક દરમ્યાન પ્રાસંગીક પ્રવચન તેમન સાંજે 7:30 કલાકે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જળ ક્રાંતિ, ગૌક્રાંતિ, ગાય આધારિત કૃષિના પ્રણેતા અને ગૌ વેદના રચયિતા એવા મનસુખભાઈ સુવાગિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તો આ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે મો.નં. 9913101987 / 9428299391 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.