કન્યા છાત્રાલય રોડ ઉપ વર્ષો જુનો પ્રશ્નનો પાલિકા પ્રમુખ દ્વારા ઉકેલ લવાયો મોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા સામાન્ય બની છે ત્યારે મહદઅંશે આ સમસ્યા પાછળ શહેરીજનો પણ જવાબદાર હોવાનું ચોકવનારૂ સત્ય બહાર આવ્યું છે અહીંના કન્યા છાત્રાલય રોડ પર વર્ષો જૂની ગટર ઉભરાવવાની સમસ્યા પાછળ ગોદડાં, ગાભા અને પ્લાસ્ટિકના કચરા જવાબદાર હોવાનું પાલિકાની કામગીરી બાદ બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ કન્યા છાત્રાલય રોડ પર અવાર નવાર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાના નિરાકરણ માટે કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા રજૂઆત કરાયા બાદ પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાની હાજરીમાં સફાઈ કામગીરી શરૂ કરાતા ગટરમાંથી પ્લાસ્ટિકનો કચરો નીકળવાની સાથે સાથે મોટુ ગોદડું અને નકામા ગાભાનો મોટો જથ્થો નીકળી આવ્યો હતો, આ ઘટના બાદ શહેરીજનોએ પણ પોતાની ફરજ સમજી જાહેરમાં કચરો નિકાલ કરવામાં સમજ કેળવવી પડશે. ઉલ્લેખનીય છે કે સતત ત્રણ દિવસની મહેનત બાદ પાલિકા દ્વારા ત્રણ ટ્રેકટર જેટલો કચરો કુંડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કામગીરી દરમિયાન પ્રમુખ વિલપરા સતત કામ ઉપર હાજર રહ્યા હતા. આ કામગીરી સમયે પાલિકા પ્રમુખ સાથે સભ્ય બીપીનભાઈ દેત્રોજા, નવીનભાઈ ધૂમલિયા તથા કેવડિયા કન્ટ્રક્શનના વિપુલભાઈ તથા ઇશનભાઈ સાથે રહ્યા હતા.