સીસીટીવી ફુટેજમાં ઘટના કેદ થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું મોરબી : મોરબીના શનાળા રોડ પર અલગ અલગ છ સ્થળેથી ગટરના ઢાંકણાની ચોરી થઇ હતી.જેમાંથી એક ઘટનામાં તસ્કરો ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે.જે ફુટેઝ જાહેર થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને અજાણ્યાં શખ્સો વિરૂદ્ધ રૂ.12 હજારની કિંમતના 6 ઢાકણ ચોરી થયા ની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મોરબીના શનાળા રોડ પર અલગ અલગ 6 જગ્યાએ પાલિકા દ્વારા મુકવામા આવેલી લોખંડની ગ્રીલ ચોરી કરી ગયા હતા આ પૈકી સત્યમ પાન પાસેની શેરી સામેના સીસીટીવી ફૂટેઝમાં.કેદ થઈ ગયા હતા. ભૂગર્ભ ગટરના લોખંડના ઢાંકણાની ચોરીની એક ઘટના ચોરી કરવા આવેલા તસ્કરો વાહન લઈને આવેલ હતા. આ ચોરીનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ ગયો છે. ફૂટેજ જાહેર થયા બાદ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું અને પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂ.12,000ની કિંમતની 6 ગ્રીલ ચોરી થયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.