ત્રણ મહિનાના એગ્રીમેન્ટ ઉપર એક રૂપિયા પ્રતિ ક્યુબીક મિટરની રાહત મળશે મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગો માટે ગુજરાત ગેસ કંપની દ્વારા નવી સ્કિમ શરૂ કરવામા આવી છે. જેમાં જે સીરામીક એકમ ગેસ કંપની સાથે ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ કરશે તેને એક રૂપિયાની પ્રતિ કયુબિક મીટર રાહત ગેસના વપરાશ ઉપર આપવામાં આવશે. પ્રાપ્ત થતી વિગત મુજબ ગુજરાત ગેસ એજન્સીએ તાજેતરમાં એક મહિનાના એગ્રીમેન્ટ હટાવીને ત્રણ મહિનાના એગ્રીમેન્ટની અમલવારી કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ અંગે સીરામીક એસોસિએશને મુખ્યમંત્રીને રજુઆત કરતા મુખ્યમંત્રીએ એગ્રીમેન્ટ ઍક મહિનાનો કરી આપવાની ગેસ કંપનીને સૂચના આપી હતી. ગેસ કંપનીના એક અધિકારીના જણાવ્યા મુજબ લાંબા સમયના એગ્રીમેન્ટ ઉપર જ ગેસની સપ્લાય કરવી જરૂરી છે. અન્ય રાજ્યોમાં આ એગ્રીમેન્ટ છ- છ મહિનાના હોય છે. માટે ઉદ્યોગો લાંબા એગ્રીમેન્ટ રાખે તે માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ગેસ કંપની તરફથી મોરબી સિરામિક એસો.ને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે જે ગ્રાહકો ૯૦ દિવસનો એમજીઓ એગ્રીમેન્ટ કરાવશે તેને ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તેમના બિલમાં પ્રતિ ક્યુબિક મીટર આશરે રૂપિયા એક સુધીની રાહત આપવામાં આવશે. આ રાહત બીજા પખવાડિક બિલમાં મહિનાના કુલ વપરાશ ઉપર આપવામાં આવશે. આ રાહત તારીખ ૧ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં આવશે અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ગેસ કંપનીને ત્રણ ની બદલે એક મહિનાનું એગ્રીમેન્ટ કરવા માટેની સૂચના આપી છે. જેના પગલે ગેસ કંપનીને આવકમાં ફટકો પડવાનો છે. જેથી ગ્રાહકોને ત્રણ મહીનાનો એગ્રીમેન્ટ કરવા માટે પ્રેરવા રાહતની સ્કીમ અમલમાં મુકવામાં આવનાર છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne