મોરબી : મોરબીના ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવારની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ સંચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથો-સાથ તેમને સીવણ કેન્દ્ર ચલાવવા માટે સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી. આ સેવાકાર્ય ગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યો ટી. સી. ફૂલતરિયા, વિનુભાઈ ભટ્ટ, સીવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન હાજર રહ્યા હોવાનું સમિતિના સભ્ય ત્રિભોવન ભાઈ સી. ફુલતરિયાએ જણાવ્યું હતું.