'ગાંધી સંકલ્પ યાત્રા' ભડિયાદથી નગર દરવાજા ચોક સુધી ભ્રમણ કરશે મોરબી : પી.એમ. મોદીના આહવાનથી આ વર્ષ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના ઉપલક્ષયમાં સમસ્ત ભારતમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે ત્યારે મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારમાં એક પદયાત્રાનું આયોજન થયું છે. જેને ગાંધી સંકલ્પ યાત્રા નામ અપાયું છે. આ પદ યાત્રા તારીખ 11 ઓક્ટોબરને શુક્રવારના રોજ સાંજે 4.00 કલાકે વણકર વાડી, ભડીયાદ ખાતેથી પ્રસ્થાન કરશે જે ભડીયાદથી નીલકંઠ મહાદેવ મંદિર, ત્રાજપર આવશે ત્યાંથી મહારાણા પ્રતાપ ચોક, નટરાજ ફાટક, મયૂર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબારગઢ, ગ્રીન ચોક થઈને રાત્રે 8.00 કલાકે નગર દરવાજા ચોક મુકામે સંપન્ન થશે. સાંસદ વિનોદભાઈ ચાવડા તથા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં નિકળનારી આ પદયાત્રામાં ભાજપના તમામ કાર્યકરો જોડાશે. પૂજ્ય મહાત્મા ગાંધીજી પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા પ્રજાજનોને આ 'ગાંધી સંકલ્પ યાત્રા'માં જોડાવા આયોજકોએ આમંત્રણ છે. જે નાગરિકો પદયાત્રામાં જોડાઈ શકે તેમ ના હોય તેઓને નગર દરવાજા ચોકમાં સમાપન સભામાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. આ સભામાં પ્રખર ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની, કેળવણીકાર અને પૂર્વ ધારાસભ્ય ગોકળદાસભાઈ પરમાર તથા ચિંતક, વિચારક, લેખક, યોગગુરુ પૂજ્ય ભાણદેવજી મહારાજ પૂ. ગાંધીજી વિષેના પોતાના વિચાર પ્રસ્તૂત કરશે. અત્યંત વિશિષ્ટ એવી આ જાહેરસભામાં મોરબીની જનતાને પધારવા જાહેર આમંત્રણ અપાયું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274