સરદારબાગથી પૂજ્ય બાપુના સ્ટેચ્યુ સુધી પ્રભાતફેરી - ટાઉનહોલમાં સર્વધર્મ પ્રાર્થના સભા મોરબી : રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ અવસરે આવતીકાલે સવારે મોરબીમાં પ્રભાતફેરી અને સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે. પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મ જયંતિ અવસરે આવતીકાલે સવારે ૮ વાગ્યે મોરબીના સરદાર બાગ ખાતેથી પ્રભાતફેરી શરૂ થશે જે મહેશ હોટલ, રામચોક, સિવિલ હોસ્પિટલ ચોક થઈ શાકમાર્કેટ પહોંચશે ત્યાંથી નહેરુગેટ ચોક થઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં જે.પી.કન્યા વિદ્યાલય, સ.વ.પ.કન્યા વિદ્યાલય, ઓમશાન્તિ વિદ્યાલયના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ તેમજ કર્મચારીગણ વિશાળ સંખ્યામાં જોડાશે. દરમિયાન સવારે ૯ કલાકે મહાનગર પાલિકાના ટાઉનહોલ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાશે જેમાં સૌ નગરજનોને જોડાવા નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની યાદીમાં જણાવાયું છે.