મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં ભક્તો દ્વારા ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને દરરોજ પૂજન-અર્ચન અને આરતી દ્વારા ગણપતિ મહારાજની ભક્તિ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રભુકૃપામાં બિરાજમાન ગણપતિ મહારાજને 133 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અન્નકૂટની પ્રસાદી ભક્તોને આપવામાં આવી હતી. પ્રભુકૃપામાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરરોજ રાસ-ગરબા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરરોજ અનેક ભક્તો ગણપતિજીના દર્શન કરવા પધારી રહ્યા છે.