મોરબી : મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતા યુવકે કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રંગપર ગામે આવેલા આરુ સેનેટરી નામના કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા ઉત્તમભાઈ દેવજીભાઈ બાવર (ઉ.વ.૩૦)એ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.