કોન્ટ્રાકટરે ઉતરેલા જુના તાર તેમજ નવા તાર ચોરાતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા નજીકથી તસ્કરો રૂપિયા ૩૧ હજારની કિંમતનો વીજ તારનો જથ્થો ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતડીયા ગામના રહેવાસી વીજ કોન્ટ્રાકટર અલ્પેશ જગદીશ મેર દ્વારા ગાળા ગામ નજીક હેવી લાઈનોના તાર બદલવાના હોય નવા - જુના તાર રાખ્યા હતા જે તારના જથ્થામાંથી તા.૨૩ ની સાંજથી રાત્રી દરમ્યાનમાં અજાણ્યા ઈસમો નવા તારના ચાર બંડલ ૧૦૦ કીલો વજનના કિંમત રૂા.૨૦,૦૦૦ હજાર, જુના તારના ત્રણ બંડલ ૩૦ કીલો રૂા. ત્રણ હજાર તથા ૧૧ કેવીના કેબલનું મોટુ બંડલ એક નંગ કિંમત રૂા.આઠ હજાર મળીને કુલ રૂા.૩૧૦૦૦ નો મુદામાલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.