મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમસ્યા અંગે તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતા સ્થાનિકો કહ્યું હતું કે, મોરબીના કાયાજી પ્લોટ -7માં સોમનાથ સોસાયટી-6, સરદાર બાગ પાસે મધર ટેરેસા નજીક ગટરના પાણી છ દિવસથી ભરાયેલા છે. તેથી સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અગાઉ પાલિકા તંત્રને રજુઆત કરી હતી છતાં હજુ સુધી આ સમસ્યા હલ ન થતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.