મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી, છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપીને એલસીબીની ટીમે વાંકાનેરના ચંદ્રપુર પાસેથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં 0238 / 26 બી.એન.એસ કલમ 308(4), 316 (બ4), 318(4), 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135 વિ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા / સંધી, (ઉંમર વર્ષ 34, રહે. ચંદ્રપુર ગેલેક્સી સ્કુલ પાસે ગેલેક્સી પાર્ક તા. વાંકાનેર જી. રાજકોટવાળો) હાલ પોતાના રહેણાંક મકાને હાજર છે.પોલીસ સ્ટાફે તે જગ્યાએ જઇ તપાસ કરતા, આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા તે જગ્યાએથી મળી આવતા તેને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. • કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:આ કામગીરીમાં આર.સી.ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબી તથા પો.સબ.ઇન્સ. બી.ડી.ભટ્ટ એલ.સી.બી મોરબી તથા પો.સબ.ઇન્સ. વી.જી.માલાણી પેરોલ ફ્લો સ્ક્વોડ મોરબી તથા એલ.સી.બી / પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફના માણસો જોડાયેલ હતા.#Morbi #MorbiPolice #CrimeNews #Arrest #Wankaner #LCB #ParoleFlopSquad #MorbiUpdates