મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નેજા હેઠળ નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ગઈકાલ તારીખ 6ને મંગળવારે F.Y.B.Sc.ની વિદ્યાર્થીનીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે છેલ્લો દિવસ ફેઈમ જાનકી બોડીવાલા ઉપસ્થિત રહ્યા હતા. મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ગઈકાલે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ વિદ્યાર્થીઓના જીવનમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓનું મહત્વ સમજાવીને ભણતર સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના જતન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ ડો.ભીલાસર અને કલ્ચરલ ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ ફ્રેશર પાર્ટીમાં ચીફ ગેસ્ટ તરીકે છેલ્લો દિવસ ફેઈમ ફિલ્મસ્ટાર જાનકી બોડીવાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પણ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne