મંગળવારે કલરવ હોસ્પિટલ, આર્યગ્રામ અને સંજીવની ક્લિનિક ખાતે 0 થી 15 વર્ષના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશેમોરબી અપડેટ : પુષ્ય નક્ષત્ર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આગામી તારીખ 11 ઓગસ્ટ ને મંગળવારના રોજ મોરબીમાં અલગ-અલગ સ્થળોએ આ કેમ્પ યોજાશે.સુવર્ણપ્રાશન એક આયુર્વેદિક ઈમ્યુનાઈઝેશન છે, જેનાથી બાળકોની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. આ ઉપરાંત બાળકમાં સ્મૃતિ અને મેધા શક્તિ પણ વધે છે. મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને 0 થી 15 વર્ષ સુધીના નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાંનો લાભ અપાવવા માટે પોતાના બાળકો સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.આ કેમ્પમાં કલરવ હોસ્પિટલ, કોમલબેન પનારા તથા ડો. પૂજાબેન લોરિયા દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ દ્વારા આ પ્રકારના સુવર્ણપ્રાશન કેમ્પ મોરબી સહિત વિવિધ સ્થળોએ યોજાતા હોય છે.કેમ્પના સ્થળ અને સમય1. કલરવ હોસ્પિટલ, શનાળા રોડ, મહેશ હોટેલની બાજુમાં (સવારે 8:00 થી સાંજે 8:00 વાગ્યા સુધી)2. આર્યગ્રામ સોસાયટી, શનાળા-ઘુનડા રોડ, શનાળા પટેલ સમાજ વાડી સામે3. સંજીવની ક્લિનિક (ડો. પૂજાબેન લોરિયા), આર્યગ્રામ સામે (સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી)વધુ માહિતી માટે કલરવ મેટરનિટી હોસ્પિટલ, મોરબી ડો. જયેશભાઈ પનારાનો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Suvarnaprashan #HealthCamp #Ayurveda #FreeCamp #KidsHealth #PushyaNakshatra