મોરબી : મોરબીના સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઇ લોખંડવાલા તેમજ મુસ્લિમ સમાજના હોદ્દેદારો, આગેવાનો તેમજ કારોબારી સભ્યો દ્વારા સર્વ ધર્મ-જ્ઞાતિના લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન આગામી તારીખ 4ને રવિવારે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી લોહાણા વિદ્યાર્થી ભવન, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક સામે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સર્વ ધર્મ-જ્ઞાતિ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત ડોક્ટરો ડો. મિહિર તન્ના, ડો. જયેશ ભાનુશાલી, ડો. ભાવિન ગૌર, ડો. યાકુબ પટેલ, ડો. સોહીલ બાદી, ડો. મૌલિક કોરવાડીયા, ડો. શ્વેતા ત્રિવેદી અને ડો. પુનિત ત્રિવેદી જેવા ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પમાં બધા પ્રકારના નિદાન, હૃદયને લગતા રોગોના ઈ.સી.જી., ડાયાબિટીસની તપાસ વગેરે નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા દર્દીનું નામ નોંધાવવા માટે ડો. આરીફ વડાવરીયા (મહેન્દ્રપરા મેઈન રોડ, મો.ન. 9824225191), ડો. અવેશ ચાનિયા (ગેસ્ટ હાઉસ રોડ- મો.ન. 9998340542), ડો. સૈફુદ્દીન બાદી (સુકૂન હોસ્પિટલ, મો.ન. 9998085182) અને ડો. ફૈજલ ઠેબા (આશિયાના ક્લિનિક, મો.ન. 8238143011)નો સંપર્ક સાધવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne