મોરબી : મોરબીની સંજીવની કલીનીકમાં આગામી તા. 25ને મંગળવારે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ બાલાજી કોમ્પ્લેક્ષ, પહેલા માળે, રવાપર ધૂનડા રોડ, મહાબલી હનુમાનજીના મંદિરની બાજુમાં, રવાપર ખાતે સવારે 9 થી 1 તેમજ બપોરે 4 થી 8 દરમિયાન યોજાશે. કેમ્પમાં ચામડીના રોગોનું નિદાન તેમજ સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત 1 થી 10 વર્ષના બાળકોને યાદશક્તિ વધારવા માટે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે.