મોરબી : મોરબીમાં સદભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા આજરોજ તારીખ 25 ડિસેમ્બરને રવિવારે કર્મચારીઓ માટે જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો હતો. 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9-30 વાગ્યાથી મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી સિમ્પોલો સેનેટરી ખાતે સદભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં જનરલ મેડિસીન નિષ્ણાત, સ્ત્રીરોગ અને પ્રસુતિ નિષ્ણાત, હાડકાના સર્જન, બાળકોના નિષ્ણાત, ફિઝિયોથેરાપીના નિષ્ણાત અને દાંતના સર્જને દર્દીઓનું નિદાન કરી દવાઓ આપી હતી.