કનકેશ્વરીદેવિજીની પ્રેરણાથી કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર ખાતે આયોજન: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરઓ આપશે સેવામોરબી અપડેટ: મોરબીમાં મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવિજીની પ્રેરણાથી તેમજ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ - મોરબી અને અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલ્સના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 16 ઓગસ્ટ 2026, રવિવારના રોજ મોરબી-હળવદ રોડ પર આવેલા આંદરણા સ્થિત કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ સવારે 9:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાનાર છે. આ કેમ્પમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત અને અનુભવી ડોક્ટરો દ્વારા વિવિધ રોગોનું નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓ • જનરલ ફિઝિશિયન • હૃદય, વાસ્ક્યુલર રોગો તથા વેરીકોઝ વેઇનના નિષ્ણાંત • જનરલ સર્જન (પેટ, લીવર, આંતરડાના રોગોના નિષ્ણાંત) • હાડકાના રોગો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત • ઓપ્ટોમોલોજિસ્ટ (આંખના રોગો) • કાન, ગળાના રોગોના નિષ્ણાંત • નવજાત શિશુ તથા બાળકોના નિષ્ણાંત કેમ્પમાં આવનાર જરૂરિયાતમંદ દર્દીઓ માટે કાર્ડિયોગ્રામ (ECG) અને ડાયાબિટીસ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. દર્દીઓએ પોતાના જૂના તમામ રિપોર્ટ્સ તથા એક્સ-રે સાથે લઈને આવવાના રહેશે. ખાસ ઉલ્લેખનીય છે કે, કેમ્પમાં તપાસ કર્યા બાદ જે દર્દીઓને ઓપરેશન અથવા અન્ય વિશેષ સારવારની જરૂરિયાત જણાશે, તેમને રાજસ્થાન હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પને લગતી વધુ માહિતી માટે અનિલ મહેતા (મો. 97277 31361) અથવા પ્રકાશભાઈ (મો. 98252 51979) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MedicalCamp #Aandrana #RajasthanHospital #FreeHealthCamp #MorbiNews #GujaratNews