અનેક ઉપનામ ધરાવતા મૂળ જામનગરના શખ્સને રાજકોટથી દબોચી લેતી એલસીબી મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના છેતરપિંડીના ગુન્હામાં ઝડપાયેલો બહુનામધારી મૂળ જામનગરનો શખ્સ કોરેન્ટાઇન સેન્ટરમાંથી દોઢ વર્ષ પૂર્વે નાસી છૂટ્યા બાદ ગઈકાલે એલસીબી ટીમે આ ઇસમને રાજકોટમાંથી ઝડપી લીધો હતો. રેન્જ આઈજી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશ શરૂ કરતાં મોરબી પેરોલ-ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુન્હામાં ઝડપાયેલ પ્રશાંતભાઇ ઉર્ફે પ્રદિપ ઉર્ફે શિવ વ્રજલાલભાઇ ઉર્ફે વજુભાઇ કોડીનારીયા, ઉવ.૩૪ રહે.મૂળ માધુપુર ગીર, જામનગર ૮૦ ફૂટ રોડ મેહુલનગર ટેલીફોન એક્સચેંજ પાસે બ્લોક નં.એફ-૩૮, હાલ રહે.રાજકોટ કોઠારીયા રોડ રામાપીર સર્કલ પાસે ડાયમંડ પાર્ટીપ્લોટ સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧ વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વિરજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા રણવીરસિંહ જાડેજા,હરેશભાઇ સરવૈયા વગેરે દ્વારા કરેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..