મોરબી : અકસ્માત માટે કુખ્યાત મોરબી કંડલા હાઇવે પર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિ ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પહેલા બનાવમાં GJ 12 DM 4844 નંબરની અલ્ટો કારના ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. જેમાં એક વ્યક્તિને સાધારણ ઇજા થઇ હતી. જેને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખાનગી વાહન મારફત ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુરજબારી ટોલ પ્લાઝા પાસે સવારે ૭:૧૫ કલાકે બનેલા અકસ્માતના બીજા બનાવમાં ટ્રક નં. GJ 12 BV 3727 સાથે એસન્ટ કાર નં. GJ 36 F 6854ના ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં ઘાયલ કાર સવાર બે વ્યક્તિને ભચાઉ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ આંશિક રીતે બંધ થઈ જતા ક્રેઇન મારફતે અકસ્માતગ્રસ્ત કારને સાઈડમાં કરાવી રસ્તો ક્લિયર કરાવવામાં આવ્યો હતો. બંને અકસ્માતોની વધુ વિગતો મેળવાઈ રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en