મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે જીનીંગ મીલની ઓરડીમાં વ્હીસ્કીની બોટલો ઝડપાઇ છે. આ કેસમાં એક શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 27ના રોજ જેતપર (મચ્છુ) ગામે ગંગારામભાઇ પટેલની બંધ જીનીંગ મીલની ઓરડીમાં જંગુ ભગુડીયાભાઇ રાઠવાએ પ્લાસ્ટિકના 2 બાચકામાં પરમીટ વગર રાખેલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગડોવેલ્સ-01 સુપ્રીરીયર વ્હીસ્કીની સીલબંધ બોટલ નંગ-44 (કી.રૂ. 16,500) ઝડપી પાડી હતી. પોલીસે આરોપી જંગુ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.