અનેક વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો : અનેક વિસ્તારોમાં વધુ પાણીના કારણે વાહનો પણ ફસાયામોરબી : ચોમાસાના પ્રથમ વરસાદના જ રાઉન્ડમાં મોરબી તરબોળ બની ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક દુકાનોમાં પાણી ઘુસ્યા છે તો ક્યાંક ઘરોમાં પાણી ઘુસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.મોરબીમાં ગત રાત્રીથી શરૂ થયેલી મેઘસવારી ક્યારેક ધીમે તો ક્યારેક અનરાધાર હજુ યથાવત છે. જેને પગલે શહેરના લાતી પ્લોટ, શનાળા રોડ, શનાળા બાયપાસ, પંચાસર રોડ, લાલપર, મહેન્દ્રનગર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેન્દ્રનગર ચોકડી પાસે તો અનેક દુકાનોમાં ઘુસ્યા છે. લાતી પ્લોટમાં અનેક કારખાનાઓમાં પાણી ઘુસ્યા છે.આ ઉપરાંત મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં એક કાર ફસાઈ હતી. ટ્રેકટર દ્વારા આ કારને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. આ સાથે રાજમાર્ગો ઉપર પાણી ભરાવાના કારણે વાહન ખોટવાયાના અનેક બનાવો સામે આવ્યા છે.