મોરબી : મોરબીના શનાળા રોડ પર જુગાર રમતા પાંચ શખ્સોને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા હતા. આ પાંચેય શખ્સોની પોલીસે અટકાયત કરી રૂ. ૩ હજારની રોકડ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર ફોર્ડ ટ્રેકટરના શો રૂમ પાસે આવેલા ઝૂંપડાઓ નજીક જુગાર રમતા સંજય નરશીભાઈ આંબલીયા, નરશી ભીખાભાઇ આંબલીયા, દિનેશ બાલુભાઈ વાઘેલા, પરસોતમ બાલુભાઈ વાઘેલા અને મહેશ પરષોત્તમભાઈ વાઘેલાને એ ડિવિઝન પોલીસે રૂ. ૩ હજારની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.