મોરબીમાં સૈયદ મદની સરકાર રહેમતુલ્લાહી અલ્યહે નો ઉર્ષમુબારક મનાવાયો મોરબી : તાજેતરમાં મોરબી ખાતે હજરત પીરે તરિકત સૈયદ મદની સરકાર રહેમતુલ્લાહી અલ્યહે નો ઉર્ષ મુબારક શાનદાર રીતે મનાવાયો હતો.જેમાં તેમના મોરબી અને સૌરાષ્ટ્ર જ નહીં બલ્કે ગુજરાત ભરના મુરીદો અને બહોળી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. હિન્દૂ અને મુસ્લિમ ભાઇઓની હાજરીમાં કોમી એખલાસ ભેર ઝુલુસ તથા શંદલ શરીફ ચાદર પોશી તેમજ મઝાર પર દરગાહ પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અને ન્યાઝ શરીફ તથા વાયેઝશરીફનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હિંદુસ્તાનના મશહૂર મુર્કરીર સૈયદ નુરાનીમિયા અશરફીઉલ જીલાની કિચ્છોચ્છા વારા તેમજ હાફિઝ જાવેદ નાગોર વારાએ નાત પળીને તકરીર ફરમાવેલ હતી. આ સાથે મોરબી જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ સમાન મોરબીના પહેલા મુફ્તી સાહેબ તરીકે સૈયદ હાજીમહમદ સીદીક મિયાબાપુ કાદરી ઉલ જીલ્લાનીને ડિગ્રી એનાયત કરી સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું બહુમાન કરાયું હતુ તેમ હજરત પીરે તરિકત સૈયદ અબ્દુલ રસીદમિયાબાપુ કાદરી, શહેર ખતીબ સુન્ની મુસ્લિમ સમાજ મોરબીની યાદીમાં જણાવાયું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38424,38425,38426']