1 થી 7 જુલાઈ દરમિયાન મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા પ્રિવેન્શન, ચેકિંગ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરાઈમોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 01/07/2026 થી 07/07/2026 સુધીમાં ફાયર પ્રિવેન્શન, ચેકિંગ અને ઈમરજન્સી રિસ્પોન્સની કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે 3 કોમર્શિયલ બિલ્ડીંગમાં 40 લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવા, સાધનોનો યોગ્ય ઉપયોગ સમજાવવા અને દુર્ઘટના સમયે આપદા નિવારી જાન-માલનું રક્ષણ કરવાનો છે. વધુ પ્રિવેન્શનના ભાગરૂપે બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.આ ઉપરાંત, 4 ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ આવી હતી, જેને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. આ સપ્તાહ દરમિયાન મોરબીમાં 2 રેસ્ક્યુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે 3 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા, જેમાં ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટીંગ કરવામાં આવ્યું હતું.મોરબી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ ઈમરજન્સી કે દુર્ઘટના સમયે તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર 02822-230050 પર અથવા અન્ય ટોલ ફ્રી નંબરો: 101 તથા 112 પર જાણ કરવી.#Morbi #MorbiUpdate #MorbiFireDepartment #FireSafety #MorbiNews #MorbiMunicipalCorporation #FireRescue