મોરેશ્વર મહાદેવ નજીક કાલેદરી નદીમાં ફસાયેલા 17 વર્ષીય યુવાનને મોરબી ફાયર બ્રિગેડે રાતોરાત સુરક્ષિત રીતે બચાવી લીધોમોરબી : મોરબી ફાયર કંટ્રોલ રૂમને રાત્રિના સમયે એક ઈમરજન્સી રેસ્ક્યુ કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘુંટુ ગામ ખાતે જવા રવાના થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘુંટુ ગામમાં મોરેશ્વર મહાદેવ નજીક આવેલી કાલેદરી નદી પાસે સોલંકી વિમલ ભરતભાઈ (ઉ.વ.17) નામના યુવાન ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ભારે જહેમત બાદ યુવાનને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને એક અમૂલ્ય માનવ જિંદગી બચાવી હતી.#Morbi #MorbiUpdate #FireRescue #MorbiFireBrigade #Ghuntu #GujaratNews #RescueOperation #MorbiNews