ઓમ શાંતિ સ્કૂલમાં મોકડ્રીલ યોજાઈ: બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધરી અપૂર્તતા ધરાવતા એકમોને નોટિસ ફટકારાઈમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાની યાદી મુજબ, ફાયર વિભાગ દ્વારા તારીખ 09/09/2026 થી 15/09/2026 સુધીના સમયગાળામાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ, મોકડ્રીલ અને ચેકિંગ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ફાયર વિભાગ દ્વારા 4 ગરબા ક્લાસીસમાં કુલ 402 જેટલા વ્યક્તિઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રિવેન્શનના ભાગરૂપે બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ ફટકારી જરૂરી ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી હતી. આ સમયગાળામાં વિભાગને 7 ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને 1 ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSCA) માટેની અરજી મળી હતી, જેને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.ગત તારીખ 12/09/2026 ના રોજ શક્ત શનાળા ખાતે રાજકોટ-મોરબી હાઇવે પર મેડિકલ કોલેજની બાજુમાં આવેલી ઓમ શાંતિ CBSE અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે ફાયર અને રેસ્ક્યુની મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 08:15 કલાકે શાળાના પ્રિન્સિપાલ તરફથી ઈમારતમાં આગ લાગી હોવાનો અને 4 બાળકો ફસાયા હોવાનો ઈમરજન્સી કોલ મળતા જ ટીમ રવાના થઈ હતી. ફાયરની ટીમ 25 મિનિટમાં એટલે કે 08:40 કલાકે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચી ટીમે ત્વરિત કામગીરી કરી 08:44 કલાકે ઈમારતમાં ફસાયેલા તમામ 4 બાળકોનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને 08:45 કલાકે આગ પર પૂર્ણ કાબૂ મેળવી 08:46 કલાકે 'ઓલ ક્લિયર' જાહેર કર્યું હતું. આ મોકડ્રીલ યોજવાનો મુખ્ય હેતુ કટોકટીના સમયે પ્રતિસાદ સમય સુધારવાનો અને ફાયર સેફ્ટી સાધનો તેમજ માનવબળની કાર્યક્ષમતા ચકાસવાનો હતો.આ સપ્તાહ દરમિયાન મોરબીમાં 1 ફાયર કોલ અને 1 રેસ્ક્યુ કોલનો બનાવ બન્યો હતો જેમાં ફાયરના જવાનો દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની આપદા અથવા દુર્ઘટના સમયે નાગરિકો મોરબી અગ્નિશમન શાખાના ટેલિફોન નંબર (02822) 230050 તેમજ 101 અને 112 પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiFireDepartment #FireSafety #MockDrill #GarbaClasses #MorbiUpdates #MorbiNews