3 ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) અને 2 હંગામી ફાયર સેફટી સર્ટિફિકેટ માટેની અરજીઓ RFO કચેરીમાં ફોરવર્ડ કરાઈ મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા (ફાયર વિભાગ) દ્વારા શહેરમાં ફાયર સેફટી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને ઈમરજન્સી વખતે સાવચેતીના પગલાં લેવા અંગે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 26/08/2026 થી 01/09/2026 સુધીના સપ્તાહમાં વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગ દ્વારા શહેરના 1 લોકમેળામાં કુલ 17 સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિભાગ દ્વારા વિવિધ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જે બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમની અપૂર્તતા જોવા મળી હતી તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને ફાયર સેફટી અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શિકા આપવામાં આવી હતી.આ ઉપરાંત, અગ્નિશમન શાખામાં 3 ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) અને 2 હંગામી ફાયર સેફટી સર્ટિફિકેટ માટેની અરજીઓ પણ આવી હતી, જેને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં મોરબીમાં ફાયર વિભાગને 2 ફાયર કોલ અને 2 રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જેમાં ફાયરના જવાનોએ ત્વરિત કામગીરી કરી હતી. કોઈપણ પ્રકારની દુર્ઘટના કે આગની સ્થિતિમાં નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના સંપર્ક નંબર (02822) 230050 અને ટોલ ફ્રી નંબર 101 અથવા 112 પર તુરંત સંપર્ક કરી શકે છે.#MorbiUpdate #MorbiFireDepartment #FireSafety #MorbiNews #EmergencyServices #MorbiMunicipalCorporation