મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદે ચોમેર તારાજી સર્જી છે ત્યારે ડૂબતા લોકોને બચાવવાની તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરતા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનું રેસ્ક્યુક્રાફ્ટ ખીરઈ નજીક રેસ્ક્યુ કામગીરી વખતે જ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું.મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે માળીયા મિયાણા હાઇવેથી ખીરઈ ગામના રોડ ઉપર બચાવ કામગીરી દરમિયાન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનું રેસ્ક્યુક્રાફ્ટ પાણીના વહેણમાં તણાઈ ગયું હતું. જો આ રેસ્ક્યુ ક્રાફટ કોઈને પણ મળે તો મોરબી ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા અથવા ફોન નંબર 02822 230050 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.