મોરબી અપડેટ : રાજકોટ ખાતે ગત તારીખ 16 ઓગસ્ટ ને રવિવારના રોજ ગુજરાત કેશરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મોરબીની મહિલા ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત કેશરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના શનાળાની મનીષા પ્રદ્યુમનભાઈ જોશીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ મેળવીને તેમણે મોરબી જિલ્લાનું, પરિવારનું અને તેમના જીમ ટ્રેનરનું નામ રોશન કર્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યા છે.