પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસબંધ હોય અને પિયારમાંથી ઉછીના રૂપિયા લઈ આવવા દબાણ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં લફરબાજ પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ કપડાના ડાઘ દૂર કરવા વપરાતું બ્લીચિંગ કેમિકલ ગટગટાવી લીધાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસબંધ હોય અને પિયારમાંથી ઉછીના રૂપિયા લઈ આવવા દબાણ કરતો હવાથી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની મોરબીના મહિલા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સાઈનાબેન વસીમભાઈ બ્લોચ (ઉ.વ.૨૧ ધંધો ઘરકામ રહે હાલ દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા મોરબી મુલ રહે ફળીયા ચોક ઉપલેટા જી રાજકોટ) એ તેના પતિ વસીમભાઈ બાબુભાઈ બ્લોચ (રહે હાલ દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા મોરબી મુળ રહે ફળીયા ચોક ઉપલેટા જી રાજકૉટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૦ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામા આરોપી પતિ વસીમભાઈને અન્ય છોકરી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ થતાં પ્રેમસંબંધ બાબતે બોલાચાલી કરી મારકુટ કરી પિયરમાથી ઉછીના પૈસા લઈ આવવા દબાણ કરતા હોય અને અવાર નવાર શારીરીક માનસીક દુ;ખ ત્રાસ આપતા હોય જેથી સાઈનાબેનથી સહન નહી થતા મનમા લાગી આવતા પોતે પોતાની મેળે પોતાના ઘરે પડેલ બ્લીચીંગ રિનાલડા નામની કપડાના ડાઘા દુર કરવાની દવામાથી બે ઘુટડા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને તેણીએ સ્વસ્થ થતા આ બનાવ અંગે પતિ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા પોલીસ ચલાવી રહી છે.