1 બીયું અને 2 VVPT મશીન બદલાયામોરબી : મોરબીમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે.આ અંગે મોરબી ડે.કલેકટર સુશીલ પરમારે જણાવ્યું હતું કે મોરબી વિધાનસભા વિસ્તારમાં મોકપોલ દરમિયાન 1 BU અને 2 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.