પ્રજ્ઞાચક્ષુ મહીલા સેવા કુંજ ટ્રસ્ટને રૂ. 7 હજારનું દાન આપ્યું મોરબી : મોરબીમાં એક પિતાએ ટ્વિન્સ પુત્રીઓના જન્મદિવસ નિમિત્તે અંધજનોના લાભાર્થે રૂ. 7 હજારનું દાન આપ્યું છે. જન્મદિવસે માત્ર નિજાનંદ ખાતર હજારો રૂપિયા ખર્ચી નાખતા લોકોને સમાજ સેવાનું એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. મોરબીમાં રહેતા કૌશિકભાઈ ભુદરભાઈ દેત્રોજાની લાડકી દીકરીઓ પલ અને પરીનો આજે તા. 25 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે કૌશિકભાઈએ ટ્વિન્સ પુત્રીઓના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં અંધજનોના લાભાર્થે કાર્ય કરતી સંસ્થા 'શ્રી પ્રજ્ઞાચક્ષુ મહીલા સેવા કુંજ ટ્રસ્ટ'ને રૂ. 7,000 જેટલી રકમનું દાન આપ્યું છે. આર્થિક રીતે પરિપૂર્ણ હોવા છતાં કૌશિકભાઈ અને તેના પરિવારજનોએ દીકરીઓના જન્મ દિવસની સાદગીપૂર્વક ઉજવણી કરીને સમાજને ઉજવણીમાં ખોટા ખર્ચ બદલે સેવાકીય કાર્યો કરવાનો સંદેશ આપ્યો છે.