મોરબી : મોરબી નજીક બાઇક સ્લીપ થવાથી ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે રહેતા કિરણભાઇ દામજીભાઇ જોષી ઉવ.૩૪, તા-૨૯ના રોજ જાંબુડીયા ગામની સામે મોરબી-વાંકાનેર હઇાવે રોડ ઓવરબ્રીજ ઉપર પોતાના હવાલા વાળુ મોટર સાયકલ નં-જીજે-૧૩-કે.કે.-૦૬૮૩ ને લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે ઓવરબ્રીજ પર મોટર સાયકલ પરથી કંટ્રોલ ગુમાવતા બાઇક સ્લીપ ખાઇ જતા બાઇક ચાલકને માથામા તથા શરીરે ઇજાઓ પહોચતા સારવારમા અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.