220 કે.વી. હાઈટેન્શન લાઈનના વાયરોથી જાનમાલના નુકસાનની ખેડૂતોમાં ભયાનક આશંકા, તંત્ર અને વીજ કંપનીને સ્થળ પર આવી તપાસ કરવા ખુલ્લી ચેલેન્જમોરબી અપડેટ: મોરબી નજીકના લક્ષ્મીનગર ગામેથી પસાર થતી વીજલાઈન હેઠળ ખેતી કરતા ખેડૂતો ભારે ભયના ઓટલે જીવી રહ્યા છે. લક્ષ્મીનગર ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરની ફરતે આવેલી ફેન્સિંગમાં અચાનક કરંટ આવતો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ખેતરમાંથી પસાર થતી 220 KV ની હાઈટેન્શન વીજલાઈનના કારણે વીજ શોક લાગવાનો ભય સતત સતાવી રહ્યો છે, જેના લીધે ખેતીકામ કરવું અત્યંત જોખમી બન્યું છે.સ્થાનિક ખેડૂતોમાં જાનમાલનું મોટું નુકસાન થવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. ચોમાસા અને ભેજવાળા વાતાવરણમાં ફેન્સિંગમાં કરંટ ઉતરવાની ઘટનાઓ વધી જતાં ખેડૂતો અને ખેતમજૂરોના જીવ તાળવે ચોંટ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર અને વીજ કંપનીના જવાબદાર અધિકારીઓને સ્થળ પર આવીને જાતે તપાસ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી છે. કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તે પહેલાં વીજ કંપની અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માગ ઉઠી છે.#Morbi #MorbiNews #Lakshminagar #PGVCL #HighTensionLine #FarmerIssues #MorbiUpdate